સાંપ્રત દોરવણીની
દોરી પકડીને
ઉંઘતા ફૂલનો હાથ ઝાલીને
દોડું
પાછો
ઉભો
રહું
કયાં
સુધી ?
મને જગાડવાની
આ મથામણ કેવી ?
દોડીને ભૂસકો
મારવો
એના કરતાં ધીમે ધીમે
ચાલીને
જ્વાળામુખી ને માથે
હાથ
ફેરવી
ઉભો રહું તો ?
-આકાશ
મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આજનો મોરલાનો ટહુકો......
Friday, July 1, 2016
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment