બે ધ્રુવો વચ્ચે સતત વિખવાદ વધતો જાય છે.
અંદરો અંદર વળી અવસાદ વધતો જાય છે.
કૈંક ભારેખમ લદાતું જાય છે આ પાંપણે,
પાંપણો ઢાળ્યા પછી ઉન્માદ વધતો જાયછે.
આભ ઓઢીને ઊભો છું હું અને વરસે છે તું,
ક્યાં હવે આગળ વધું વરસાદ વધતો જાય છે.
કોઇ છબછબિયા હૃદયમાં બેધડક કરતું હશે,
નાડીઓના રક્તમાં કલનાદ વધતો જાય છે.
મૌન ઊગ્યું છે અડાબીડ આપણા એકાંતમાં,
શબ્દ પણ બોલ્યા વિના સંવાદ વધતો જાય છે. - 'આતુર'
No comments:
Post a Comment