ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Friday, July 1, 2016

"ચક્રવ્યુ"- રસિક દવે 'બેહદ'


બધું જ વિચારોની નીપજ
વિચારવું ક્રિયાન્વિત થાય ને
સઘળું બને ક્રિયમાણ
ત્યારે?
કોઇ ક્યાં કંઇ વિચારે છે.
વગર વિચાર્યે થતું સર્વ
મને,તમને, આપણ સૌને
ક્યાંથી ક્યાં મૂકી દે કોને ખબર?
કયારેક વિચાર્યા વિના વિચારવું જરૂરી.
ક્યારેક
વિના આમંત્ર્યે ક્યાંક જઈ ચડવું
શિષ્ટાચારનો ભંગ-
પરંતુ
જવું જોઈએ-
કોઈ
દીન-દુઃખીના હૈયાને ઝકઝોડવા
બસ એમજ.
એ સાંત્વના પણ કેટલી
ઝળહળ ઝળહળ કરી શકે
કોઈના મ્લાન
વદનને.
ક્યારેક-
સમજણના સીમાડાની બહાર
મૂકી જોજો પગ-
કેટલી સમજણ વળતી ભેટમાં
સમજવા!.
અરે!
મૂક હવે વિચારવું.
આ, વિચારણાના ચક્રમાંથી જ સર્જાયા છે
તારા,મારા,આપણા સૌના
આધિ, વ્યાધિ ને ઉપાધિ!!!.
    
-રસિક દવે

No comments:

Post a Comment