તૂટેલી છત ની સામે
જોઈને બેઠેલો
જગતનો તાત
હજુ આંખોમાં
એના વરસવાની
આશ,
ભલે ને ટપકતી
ભીંજાતી
રેલાતી
આ છત
ભલે ને ભીંજાતા
આ ફાટેલા વસ્ત્ર,
ભલે ભીંજાતી
આ એકની એક
ગોદળી,
બસ ખાલી
ભીંજવી જા
આ કોરી
સૂકી
વેરણ
ધરા
અને
છલકાવી દે
તારા પ્રેમ ની
લીલોતરી,
હવે
આવને બાપલીયા
આ ગરીબ ની
રાહ જુવે
તૂટેલી છત.
-હાર્દ
No comments:
Post a Comment