અખતરો એક કરીએ ચાલ આજે
ભૂલી જઇએ જરા ગઈ કાલ , આજે !
ઘણું મુશ્કેલ સાથે ચાલવું છે
જુદી છે કંઇ તમારી ચાલ આજે.
મને પણ રાતભર નીંદર ન આવી
તમારાં પણ નયન છે લાલ આજે.
તને સ્પર્શ્યા હશે મારા વિચારો
રતુમડા થઇ ગયા છે ગાલ આજે !
સતત સૂનકાર છે મારા હ્રદયમાં
નથી એમાં તમારા ખ્યાલ આજે .
હતું જ્યાં સાવ ખૂલ્લું બારણું ત્યાં
ચણાઈ ગઈ જુઓ દીવાલ આજે .
No comments:
Post a Comment