ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Wednesday, August 31, 2016

વાતમાં લાગણીની નદી જોઇએ ... કવિ  જલરૂપ

વાતમાં લાગણીની નદી જોઇએ ,
પ્રેમનાં  દાખલામાં વદી જોઇએ.

એક ક્ષણ તો ખુશીની મળે  છે અહી,
જીવવા ને ફરી શું સદી જોઇએ ?

ચિતરજે કોરું રણ આંખમાં તું હવે,
તરસ માટે મૃગજળો કદી જોઇએ.

કર હિસાબો ફરી લાખનાં તું છતાં,
એ લખવાં કાગળો પણ રદી જોઇએ.

આજ જલરુપ ગઝલ લખ જરા તું ફરી
શેરનાં  કાફિયામાં  જિદી  જોઇએ.

કવિ  જલરૂપ
મોરબી

No comments:

Post a Comment