મનજંગી આ ફકિરજીને કહેવું શું અને કરવું શું ? ઘટના આવી
હાથમાં લઈને નીકળી ગ્યા છે તાળાં જોગી ચાવી,ઘટના આવી
ના ગાવું ના દેવું લેવું વહેવું ભસમની સામે અગન જ્વાળા
પોતલડીના છેડે મારી ગાંઠ ખલેચી અણખૂટ કરતી ચાળા
ના પારાને આઘાપાછા કરવાની લીલા કરે પલાંઠી પલટાવી
મનજંગી આ ફકિરજીને.....
અંધારું ઘબ્ દઈને પડતું ચડતું અજવાળું છલકે ચોમેર ઝબૂકે
ધજા ફરકે અંદરના ધાડા થરકી નીકળે બહાર દશમે મોલે જઈ ડૂકે
અતલ વિતલ સુતલ તલતલ તાગી બેઠા ભભૂલ લગાવી
મનજંગી આ ફકિરજીને.......
( મોરબી જિલ્લા સાહિત્ય વર્તુળ )
No comments:
Post a Comment