ઊગ્યો છે તો આથમવાનો
સૂરજ બીજું શું કરવાનો ?
ગઝલોના ફંદામાં આવ્યો
લાગે આ માણસ મરવાનો....
પોતાનો ફોટો મેલીને
પોતાને દીવો કરવાનો.....
પથ્થર પાદરનો આવીને
આંખો વચ્ચે ખરખરવાનો...
મોત ! તને સત્કારું આજે
હું તારાથી ક્યાં ડરવાનો?
ઘેલો માનો તો ઘેલો છું
હું તો બસ આમ જ ફરવાનો....
હૈયું તારૂં ચોખ્ખું કરજે,
હું છું મેળો ત્યાં ભરવાનો....
- અનિલ વાળા
મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આજનો મોરલાનો ટહુકો......
Tuesday, October 4, 2016
ગઝલ.... અનિલ વાળા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment