તૈયાર મળે જો ચડી રોટી પારકે ભાણે તો
મહેનત કરી પરસેવે નહાઉં એવો હું નથી....!!
ભરશો જો મારુ ખિસ્સું થોકબંધ નોટથી,
ભરી સભામાં વિરોધ ઉઠાઉં એવો હું નથી.
ઉહાપોહ ને કાગારોળ મારી ફિતરત છે,
સત્યને ખાતર લોહી વહાઉં એવો હું નથી...!!
કળિયુગ છે ધરમને ધાડ, કસાઇને કહોર છે,
સાંભળું પણ,પ્રભું વિશે વહેમાઉં એવો હું નથી ..
વીત્યાં સમયની વાત છે કહેતો હું કે,
*બીકથી વ્યહાર ચુકી જાઉં એવો હું નથી...!!
-R.R.SOLANKI
(તૃષ્ણા )
No comments:
Post a Comment