બેન્કો પર રોજ રોજ વધી રહેલી લાઇનોને નીરખ્યા પછી ! ! !
જ્યારથી આ ભજવાયો વેશ !
ભૂખ્યો ને તરસ્યો પણ લાઈન લગાડી જાણે ઉભો રહી ગ્યો છે આખ્ખો દેશ !
વ્હાઇટ ને બ્લેકમાં ઈ બાપડો શું જાણે ને બસ્સો મળે તો થાય રાજી
સાંજ પડયે ઘરવાળી ચૂલો સળગાવે ને રોટલી ખવાય બે'ક તાજી
જન્મારો વહી ગ્યો પણ બરછટ હથેળીઓને અડવા'ય ક્યાં મળતી'તી કેશ ?
ભૂખ્યો ને તરસ્યો પણ લાઈન લગાડી જાણે ઉભો રહી ગ્યો છે આખ્ખો દેશ !
કાળાનુ ધોળું કરવાની આ લાઈન ને લાઈનમાં 'ય પાઉચના બ્લેક !
વખાની મારેલી તરસી બે આંખ્યુંમાં ઝળઝળિયાં આવી ગ્યા છેક.
હડિયાપાટી તો એવા પગમાં લખાણી જેને વાગી ગઈ ભાઈ મોટી ઠેસ !
ભૂખ્યો ને તરસ્યો પણ લાઈન લગાડી જાણે ઉભો રહી ગ્યો છે આખ્ખો દેશ !
કૃષ્ણ દવે. તા-15-11-12016.
No comments:
Post a Comment