ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Sunday, January 29, 2017

તા.19/1/2017 નાં રોજ મારી લાડકવાયી-લાડલી,વ્હાલસોયી મોટી દીકરી જીનલ નાં લગ્ન સંપન્ન થયાં, લગ્ન પૂર્વ જીનલ માટે મેં રચેલ રચના-કાવ્ય જે લગ્ન નાં પ્રાસંગિક કાયૅક્રમ-ઘરનાં ડાયરા માં માં મેં રજુ કરેલ...એ રચના-કાવ્ય આપ સૌ સમક્ષ રજુ કરું છું : કંકૉતરી


લખી છે આજ મારા બાપુએ
કંકૉતરી,
સૌ એને હેતથી વધાવજો,
બાપનાં હૈયામાં રાજ કરતી દીકરી,
પિયુના હૈયામાં રાજ કરવા જાય છે,
      લખી છે આજ મારા બાપુએ...
બચપણમાં માંગુ એ લાવી આપતાં,
ને હું માંગતી હંમેશ ઢીંગલી-ઢીંગલો,
ને રોજ રમતી એના લગ્ન ની રમત,
એમની ઢીંગલી એ રમતને આજ,
સાચુકલી કરવાં જાય છે...
   લખી છે આજ મારા બાપુએ...
કોણ કહે છે દીકરીના જવાથી
થઈ જશે બાપનું હૈયું ખાલી,
દીકરી તો રહેશે સદાય
એમને હૈયે યાદોંમાં,
ને સાદો માં....
" પપ્પા...જલ્દી આવજો,હોં..."
"પપ્પા...બેન માટે કંઈક લેતાં આવજો..."
" પપ્પા... તબિયત સારી
છે ને ?..."
યાદોંની આવી હેલીઓ મૂકીને,
બાપનાં હૈયામાં રહેતી દીકરી,
પિયુ નાં હૈયામાં રાજ કરવાં
જાય છે...
લખી છે આજ મારા બાપુએ
કંકૉતરી,
સૌ એને હેતથી વધાવજો,
બાપનાં હૈયામાં રાજ કરતી દીકરી,
પિયુના હૈયામાં રાજ કરવા
જાય છે.....
 
-મુકેશ મણિયાર.

No comments:

Post a Comment