વધે સુખની ધારા ને દુઃખની છાવ પણ ન મળે,
જિંદગી થૈ જાય પાનું એકાનુ બીજુ કોઈ પતુ ન મળે.
ખીલે ઉપવન જિંદગાની નું પરિવાર નાં પ્રેમથી,
નફરત નું કોઈ ફુલ મુરઝાતુ ક્યાંય ન મળે.
સ્નેહ સાગર વહેતો રહે અવિરત મિત્રો ની મહેકથી,
વહેતા ઝરણાને કોઈ પથ્થર નો અવરોધ ન મળે.
સજી જાય જીવન આપનું મેઘધનુષનાં રંગોથી,
બ્લેક-વ્હાઈટ નું પ્રતિબિંબ દર્પણમાં પણ ન મળે.
શિખરો સર કરો સફળતા ને ખોબલે ખોબલે ભરી,
રસ્તે ચાલતા ક્યાંય ઢોળવો પાછા ન મળે.
તંદુરસ્તી,સુખ શાંતી નો વરસાદ હો નિશ -દિન,
વ્યથા નું કોઈ પાનું ફરી કયારેય નાં ખુલ્લુ મળે.
પ્રકાશી ઉઠે જ્ઞાનની જયોત અદભૂત આજીવન,
વિસ્તરતું જ્ઞાનપુંજ સમુ આકાશ તમારા થકી સૌને મળે.
કહેવાય કે ચાર દિવસની જ છે આ અદભૂત જિંદગી,
ખુદા કરે આ ચાર દિનની જિંદગાની વારંવાર મળે.
પ્રાર્થના મારી આ પરવરદિગારને એટલી જ કે,
જન્મદિવસ પર હર મનોકામનાની પુર્ણતા મળે.
જ્ન્નત
પિનલ સતાપરા
No comments:
Post a Comment