એક-એક વર્તને જોને
કેવી ખળભળી?
કેવી છટપટી?
ચંચળ,
અલ્લડ,
મનચલી,
જરાક મોજું આવ્યું ને ઉછળી,
ક્યારેક મીઠી ક્યારેક ખારી થઇ ભળી,
હાસ્યની છોળમાં હાજરી નોંધાઇ,
આંસુ-વહાણમાં મુસાફરી વર્તાઈ,
જિંદગીના પાનેપાને,
લાગણીએ જોવો
કેવી રમત રમી?
હેતલ મકવાણા,"હીર",ભાવનગર
No comments:
Post a Comment