જેના શકનના ભાવની ભીની અસર રહી,
તેના કથનની ભાવનાઓ બે અસર રહી.
છેટા રહીને યાદમાં આવ્યા તમે સતત,
ખ્વાબે વસેલી ચાહના શામો સહર રહી.
ચમકી રહેલા હોઠની લાલી ભરી ચમક ,
ભીના અધરને ચુમવા તરસી નજર રહી.
મનનાં જગેલા ભાવને ધરતા ઈજન સદા,
કિંતુ વિરહની ભીતરે બળતી શરર રહી.
જેના ભરોસે નિકળ્યા સાથી સફર ગણી,
તેના વગરની રાહની તનહા સફર રહી.
માસૂમ હ્રદયમાં ખેલતી ભાવો ભરી લગન,
જેને સમાવી રુહની આશા અમર રહી.
માસૂમ મોડાસવી
No comments:
Post a Comment