મંદિરનું ના માન, દાનેશ્વરી દાનમાં,
શેઠ સમી છે શાન, ભગતો કેવો ભાવલા,
રાખે મુખમેં રામ, છળ રાખે એ છૂરીનો,
કાળા કરતો કામ, ભગતો કેવો ભાવલા,
શીખા રાખી શીશ, જપતો મોઢે જાપને,
રાખે સૌ પર રીસ, ભગતો કેવો ભાવલા,
પંચાત કરે રોજ, વગવે સૌને વાતમાં,
ખાક કરે ઇશ ખોજ! ભગતો કેવો ભાવલા,
શાકાહારી શાખ, મોંને ગમતાં માછલાં,
મારે ના કો' માખ, ભગતો કેવો ભાવલા,
શોધે મદિરા શામ, પોંખે દા'ડા પાપનાં,
ધામા જુગટાં ધામ, ભગતો કેવો ભાવલા.
- ભાવિન દેસાઈ 'અકલ્પિત'
No comments:
Post a Comment