ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Tuesday, June 27, 2017

વરસાદ વિના અકળાઈ ગયેલું એક ગીત

વરસાદ વિના અકળાઈ ગયેલું એક ગીત

વાદળ થઈ આવ્યા છો તોય તમે કેમ નથી વરસી પડવાનું નામ લેતા ?
આકાશે ખાલી શું રખડ્યા કરો છો ? જેમ ચુંટણીમાં રખડે છે નેતા .

આખ્યુંમાં આસુંના વાવેતર થઈ ગયાં છે તમને જરાય એનો ખ્યાલ છે ?નહીંતર ચોમાસું આવું મોઘું ના થાય , મને લાગે છે વચ્ચે દલાલ છે .
ઈશ્વર પણ રાષ્ટ્રપતિ જેવા થઈ ગયા છે કાન પકડીને કઈ જ નથી કહેતા .

કાળાડીબાંગ સૂટ પહેરી પહેરીને જાણે આવ્યા છો સંસદમાં ઊંઘવા !
તરસ્યા ખેતરને જઈ પૂછો જરાક એક છાંટો મળ્યો છે એને સૂંઘવા ?
રીઢા મીનીસ્ટરની જેવા લાગો છો નથી ઉતરમાં ટીપુંયે દેતા .

– કૃષ્ણ દવે

No comments:

Post a Comment