એક છોકરાને મળ્યો
વરસાદી મોસમમાં
વરસાદી પ્રેમ પત્ર,
વાયા વોટસ એપ...
છોકરો તો થઈ ગયો ગાંડો,
ને લીધું માથે આખું વોટસ એપ,
...ને છોકરાનાં ભાઇબંધો પણ
પડ્યાં અચંબામાં,
" પ્રેમનો પ ન જાણતા છોકરાને
કોણે મોકલ્યો પ્રેમ પત્ર ?"
છોકરો તો બસ આખો દિવસ
ન મોબાઇલ મૂકે હેઠો,
ઘડી-ઘડી ખોલે એ
વોટસ એપ,
ને છોકરા પર ઢોળાય આખું ચોમાસું,
ને એ ચોમાસાની અસરે છોકરો
થઈ ગયો આખો લીલોછંમ,,
છોકરો તો ચોમાસું
પ્રેમપત્રનાં સાનિધ્યે
કરે કોયલ ની જેમ ટહુકા,
ને નાચે મોરની જેમ છમ છમ,
છોકરાનાં રોમે રોમ
જાગે વીજ તણો ચમકાર,
ને દિલમાં ઊતરે
કાળા ડીબાંગ વાદળો
તણો ગડગડાટ,
છોકરાને ફળ્યું ચોમાસું,
ને છોકરા તો ગાવા લાગ્યો,
" આવ્યો રે વરસાદ !
લાવ્યો રે પ્રેમપત્ર...."
એક છોકરાને મળ્યો
વરસાદીમોસમમાં
વરસાદી પ્રેમ પત્ર,
વાયા વોટસ એપ...
- મુકેશ મણિયાર.
મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આજનો મોરલાનો ટહુકો......
Tuesday, August 22, 2017
મુકેશ મણિયાર
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment