તરહી ગઝલ
એક એવી છે હવા ચારે તરફ.
ઝાંઝવા છે ઝાંઝવા ચારે તરફ.
વાંસળીના સુરે મન મોહ્યું પછી,
જિંદગીમાં શ્રી સવા ચારે તરફ.
દ્રશ્ય પણ આ કેટલું હાંફી ગયું!
રાતમાં ઝળહળ થવા ચારે તરફ.
સૂર્ય તું પાછો વળી જા ઘર ભણી,
સ્વપ્ન ફુટે છે નવાં ચારે તરફ.
એક અફવા શું શું કરતી હોય છે ?
ચાલ જઈએ જાણવા ચારે તરફ.
હા, કર્યા છે કાવા- દાવા મેં ઘણા
જીંદગીને સ્થાપવા ચારે તરફ.
ભીતરે બસ એક ઈચ્છા છે 'અદિશ'
શ્વાસને રોપી જવા ચારે તરફ.
અદિશ
ત
No comments:
Post a Comment