હેતે ભરેલા વેણના ભાવો નમાવતા,
આંખે ચડેલા રુપના જલ્વા ડગાવતા.
મનના તરંગી ભાવની કરતા ઇફાદતો,
રાખી કરમની ખેવના સપના સજાવતા.
હૈયે જગેલા સાથના શમણાં નવા નવા,
નજરો જમાવી દુરના નાતા નભાવતા.
ચાહત ભરેલી આંખડી કરતી ઉપાસના,
કિંતૂ જગતની રસ્મના ધારા ડરાવતા.
દુરી નભાવી રાખતા આવી નીકટ છતાં,
હસતા રહીને પ્રિતના ભાવો બતાવતા.
નજરો નજરના કામણો જાદુ કરી જતા,
યાદો ધરીને કેટલી દુરી નભાવતા.
માસૂમ મળેલી વેદના વિરહે તણાયને,
મનથી વફાના ભાવને હસતા નભાવતા.
-માસૂમ મોડાસવી
No comments:
Post a Comment