કેટલી લાંબી કરી તે વારતા
ટૂંકમાં હું એટલે મપાયો છું
ખાટલે કે ઢોલીયે કે બાંકડે
એક તારી યાદમાં ઘવાયો છું
બાજરો ને જાર દાણાં ઓરતી
સાવ ઝીણું કણ બની ફસાયો છું
વારતાયુ તે કીધી એ સાંભળી
તોય સઘળા ભેદમાં છવાયો છું
શબ્દ સઘળા મેં મઠાર્યા પ્રેમથી
ગીત જાણી એટલે ગવાયો છું
-હર્ષિદા દીપક
No comments:
Post a Comment