તરહી ગઝલ:
ભવરણે આંધી ઉઠી તો થાય શું !
ભાગ્યવશ ભૂલા પડયાં, ભૂલાય શું !
આભનાં ઊંડાણ જેવી યાદ એ ,
કાળનાં ઉત્પાતથી ધોવાય શું !
બાગ આખો ઊઝડે જો એક ક્ષણ,
એ જ ક્ષણ એની સુગંધો જાય શું ?
વેદનાઓ વિષ જેવી ભાસતી ,
યાતના વિયોગની સહેવાય શું ?
ભૂતને ભૂલી શકું એ શક્ય ના ,
નીર નેવાનાં ય મોભે જાય શું !
શીલા મહેતા
No comments:
Post a Comment