કેમ ભુલી ગયા દટાયો છું,
આ ઈમારતનો હું યે, પાયો છુ.
ફુલ, ઝાકળ, નદી બધે હાજર,
લાગે તમને કે હું પરાયો છું ?
વાંચ આંખો તું બાપ કે માની,
સ્નેહ થઈ હું જ ત્યાં સમાયો છું.
મા ભુખી તરફડે છે ઘરમાં, હું,
ભોગ છપ્પન જમી ધરાયો છું.
નરસિં, મીરા, કબીર વાણીમાં,
હું શબદસૂર થઈ ગવાયો છું.
કોક આવીને પીંજરુ તોડો,
મંદિરે, મસ્જિદે પુરાયો છુ.
કે હું ગીતા, કુરાનમાં તો છુંજ,
પણ ગઝલમાં હું તો સવાયો છું.
શૈલેષ પંડ્યા. 'નિ:શેષ'
No comments:
Post a Comment