ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Saturday, August 12, 2017

"" યાદેં"" એક પતિ-પત્નીનાં અમર પ્રેમ પર ની કરૂણ સ્ટોરી.


नगमे है, शिकवे है,
किस्से है, बातें है….
बातें भूल जाती है, यादें याद आती है…..
ये यादें किसी दिल ओ जानम के
चले जाने के बाद आती है…यादें…यादें…यादें…
રાત્રે બાર વાગે પોતાના બેડરૂમમાં ૩૦ વર્ષનો આશિષ હરીહરનએ ગાયેલું યાદે મૂવીનું ટાઈટલ ટ્રેક સાંભળી રહ્યો હતો. તેણે નક્કી કરેલું દુનિયા છોડવાથી પહેલા પોતાની પ્રાણપ્યારી પત્ની આયુષીની બધીજ ફેવરીટ વસ્તુઓ એન્જોય કરવી. યાદેનું ટાઈટલ ટ્રેક આયુષીનું ફેવરીટ હતું. હૃદયની બીમારીએ ૨૮ વર્ષની આયુષીનો ભોગ લઇ લીધો હતો. એક દિવસ આવો આવશે જ એ બંને જાણતા હતાં એટલા માટે જ એમણે સંતાનનો મોહ ન’તો રાખ્યો. જેટલો સમય મળે એ બંને એ સાથે સંપૂર્ણ ખુશીથી જીવવું એવું નક્કી કર્યું હતું.
આશિષ રૂમની દીવાલો તરફ જોવા લાગ્યો, દીવાલમાં લાગેલી પોતાની અને આયુષીની ફોટોફ્રેમ્સ જોઇને તેના ચહેરા પર આછું આનંદ ધરાવતું સ્મિત ફરકી ગયું. પણ થોડે આગળ વધતા જ આયુષીનો ચંદનનો હાર લાગેલો ફોટો દેખાયો અને આશિષની આંખો ભીની થઇ ગઈ. પાછળ ગીતના શબ્દો સંભળાઈ રહ્યા હતાં.
ये जीवन दिल जाने,
दरिया का है पानी
पानी तो बहे जाए
बाकी क्या रहे जाए….यादें….यादे….यादे…
આંખો લૂછીને આશિષ ઊભો થયો અને નક્કી કર્યું કે બસ, હવે પોઈઝન લઈને બેડ પર બેસી જાઉં. એ ખુરશી પરથી ઉભો થયો ત્યાજ ખુરશીનો સામાન્ય અવાજ થયો તેને યાદ આવ્યું કે આજ ખુરશી પર બંને એક સાથે બેસતાં, ત્યારે પણ ખુરશી આમજ આવાજ કરતી, આશિષે ખુરશી પર હળવો હાથ ફેરવ્યો અને બીજી બાજુ વળ્યો ત્યાં એની નજર બેડ પર પડી, પાંચ વર્ષનાં લગ્નજીવનનાં અખંડ પ્રેમનો એ સાક્ષી હતો. આશિષને આયુષી સાથેની મીઠી ક્ષણો યાદ આવી, ક્યારેક મજાકમાં ટીખળમાં એ બળજબરીથી આયુષીને બેડ તરફ લઇ જતો અને આયુષી પણ નાટ્યનાં સ્વરૂપમાંજ વિરોધ દર્શાવતી, થોડીવાર બંને ફિલ્મી રીતે નાટક કરતાં જેમાં આયુષી કહેતી “ભગવાન કે લીયે મુજે છોડ દો” અને આશિષ કહેતો “અગર તુજે ભગવાન કે લીયે છોડ દુંગા તો ભગવાન મુજે નહિ છોડેગા..” આશિષનો આ ડાયલોગ સાંભળીને આયુષી ખડખડાટ હસી પડતી અને કહેતી “તને તો સાચા ડાયલોગ્સ બોલતા પણ નથી આવડતું” ત્યારે આશિષ કહેતો “મને બનાવટી નહિ પણ સાચો પ્રેમ કરતાં આવડે છે.” આશિષની વાત સાંભળીને આયુષી તરતજ આશિષને ભેટી પડતી. આશિષને બધું જાણે નજર સામે દૃશ્યમાન થઇ રહ્યું હતું. તેણે આંખો બંધ કરી અને એ ક્ષણ પછી ખોલી ત્યારે આંખોમાંથી વહેતા આંસુ સાથે આખું દૃશ્ય ઓઝલ થઇ ગયું. પાછડથી ગીતના શબ્દો સંભળાઈ રહ્યા હતાં –दुनियामें यु आना
दुनिया से यु जाना
आओ तो ले आना
जाओ तो दे जाना….यादें…यादे…यादे…
આશિષ ત્યાંથી ડ્રોઈંગટેબલ તરફ આવ્યો ત્યાં ઉપર જ પોઈઝનની બોટલ પડી હતી. એ બોટલ ઉપાડતા પહેલા આશિષની નજર અરીસા પર પડી, અહી જ બેસીને આયુષી તૈયાર થતી. અને પોતે પાછળ બેઠાં બેઠા તેને જોયા કરતો, તો ક્યારેક ઉતાવળ કરવવા માટે ખોટો ગુસ્સો કરતો અને ક્યારેક અરીસાની સામે ઊભીને બરાબર તૈયાર થઇ છે કે નહિ એ જોઈ રહેલી આયુષીને પાછળથી ભેટી પડતો. એ સમયે આયુષી ગુસ્સો કરતી “સાડી બગડી જશે, વાળ ખુલી જશે, ચુંબન માટે આગળ વધતા આશિષના હોઠ પર આંગળી રાખતા લીપ્સ્ટીક બગડી જશે નાં બહાના કરતી, પણ આશિષ એ બધાજ બહાના નકારીને પોતાની ઈચ્છા પૂરી કરતો. ક્યારેક આયુષીનો ફેવરીટ મેકઅપ બોક્ષ છુપાવી દેતો અને કહેતો “તું તો નેચરલ બ્યુટી છે તને મેકઅપની શું જરૂર?” આશિષએ આછું સ્મિત કરતાં ડ્રોઅર ખોલ્યું અને મેકઅપ બોક્ષ કાઢ્યું, હાર્ટ શેપનો મેકઅપ બોક્ષ હતો. આયુષી હંમેશા કહેતી “આ તારું દિલ છે આશિષ, અંદર જે વસ્તુઓ છે એ આપણી રંગીન યાદો છે, મારું દિલ તો ખબર નહિ ક્યારે અટકી જશે પણ તારું દિલ હંમેશા આ બોક્ષની જેમ ભરેલું અને જીવંત રાખજે હું હંમેશા તારા દિલમાં જીવીત રહીશ. જ્યારે પણ મારી યાદ આવે ત્યારે હાર્ટ શેપ વાળું આ બોક્ષ જોજે, એના રંગોમાં હું શણગાર કરતી હું દેખાઇશ, હાર્ટશેપની ડીઝાઇન વાળી બેડશીટ પર આડોટજે, ત્યાં હું તને આલિંગન આપીશ, ઊંઘ ન આવે તો હાર્ટશેપનાં પીલોને ભેટીને ઊંઘજે, મારા સાથે હોવાની અનુભૂતિ તને થશે. હું માત્ર મારું આ નબળું દિલ છોડીશ, પણ મારી યાદોથી ભરેલા તારા દિલમાં હું હંમેશા તારી સાથે રહીશ.” આયુષીની વાતો યાદ આવતાં આશિષ મેકઅપ બોક્ષને છાતી સરસો ચાંપીને ચોધાર રડયો, એ આંસુ દુઃખના નહિ પશ્ચાતાપનાં હતાં. આયુષીનો વિશ્વાસ તોડીને પોતે જીવન ટૂંકાવવા જઈ રહ્યો હતો એ વાતનું પસ્તાવો આશિષની આંખોમાંથી વહેવા લાગ્યો. પોઈઝનની બોટલ ટેબલ પરજ પડી રહી. પાછળ ગીતના શબ્દો સંભળાઈ રહ્યા હતાં…
बंधन हो तो छोड़ें,
दर्पण हो तो तोड़े,
हम सब है मुश्किल में,
ये दिल है उस दिल में…यादें…यादें…यादें…

- Unknown

No comments:

Post a Comment