મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
કરું પેશ ગઝલો ,સવિનય ? લો,આ એક મત્લો સવિનય.
હું અહીંયા રહીને પૂછું છું - છે ક્યાં તારો મજલો સવિનય.
કડડભૂસ સંવેદનાઓ- શિખર પર ખડકલો સવિનય.
હવે કોણ ફરશે શબદનો પહેરીને ડગલો સવિનય ?
ઊડે પંખી પીન્જરને છોડી, પછી શ્વાસ ઢગલો સવિનય.
-ભરત ભટ્ટ
No comments:
Post a Comment