વિચારોના વમળ જ એક અગમ્ય કાદવ છે
ને કાદવમાં જ છુપાયા જીવનના કમળ છે
શું છે શુકન ને વળી શું છે અપશુકન અહીં
કર્મનો રસ્તો ખુદ પોતાનામાંજ મંગળ છે
વ્યાકરણ ને છંદ અલંકાર રદીફ ને કાફિયા
ભાવ વિના બધું શબ્દોનું સોનુ અમંગળ છે
સૌ છોડીને સાથ ચાલ્યા ગયા છે તો શું થયું
મારી સાથે મારા જ એકાંતનું મિત્ર-મંડળ છે
તેથી જ તો ફળી છે દોસ્તી આયનાની મુજને
ખુદ સાથેની સભા તેથી જ સર્વદા સફળ છે
ભવ્યતા ભીતરની માણી છે મેં હર સ્થિતિ માં
ને ટોળામાંયે ક્યાં ટોળાની હવે અડચણ છે
રફ્તાર જિંદગીની જો પડે ધીમી તો સમજો
આપણી ચાલમાં ગમે ત્યાં જરીક ગડબડ છે
વૈભવ "પરમ" વ્હાલપની વસંતના વિચારનો
અને તેથી ઝરણું " પાગલ"પનનું ખળખળ છે
- ગોરધનભાઈ વેગડ (પરમપાગલ)
No comments:
Post a Comment