કાલની વાત આજે કરો નહીં,
જાજુ હૈયે તમે પણ ભરો નહીં.
સ્વાદને થોડા છેટા મુકો ભૈ ,
જે મળે તે બધુંયે ચરો નહીં!
પ્રેમની વાત વાગોળતા રહો,
કોઈનાં પણ વિરહમાં મરો નહીં.
સ્ત્રીને જો માન સન્માન ના આપ,
તો મરદ તું હજું પણ ખરો નહીં.
સ્નેહનાં છોડ વાવી ગયાં, પણ
પ્રેમનો જામ્યો ત્યાં ડાયરો નહીં.
ચાલતું રાજ મારા શબદનું,
ત્યાં નવો ચીલો કો' ચાતરો નહીં.
*કાજલકાંજિયા "ફિઝા"*
No comments:
Post a Comment