વિહરતું ગગન પંખી મને એક મળ્યું
જવાનું હવે મારે ક્યાં! તેણે કહ્યું.
હવામાં તું ફફડાવા દે પાંખો જરા,
ઉદરમાં રહીને મેં ઘણું છે સહ્યું.
ધડાકે છુટી એક ગોળી છાતી ચડી,
સફરની શરૂઆતે જ હેઠું પડ્યું.
ક્યાં પાપે હું વિંધાયું છું કહેશો મને!
કો'ઉત્તર નથી બસ એક જ આંસું સર્યુ.
છુપાવી શકાશે કેમ એ વેદના,
ફરી ગાલ પરનું મોતી પાલવ ઢળ્યું.
*કાજલ કાંજિયા "ફિઝા"*
No comments:
Post a Comment