ગમતો સથવારો આજે ખોયો,
ખાલીપો પોકે પોકે રોયો.
કેવાં બંધન તારાને મારા,
હું રેશમ ધાગો તું છે સોયો.
લૈલા, હિર, રાધા, મીરા ભૂલી,
શું જોઈ તું મારામાં મોહ્યો?
ઠૂંઠૂ ફૂટ્યું પર્ણો લીલા છમ,
ઝાકળમાં ફૂલોએ મુખ ધોયું.
મારી સાથે કરવાં સહિયારી,
ના આગળ પાછળ તેણે જોયું.
*કાજલ કાંજિયા "ફિઝા"*
*6/11/2017*
No comments:
Post a Comment