વસંતની સકળ ચાલ લાગે શરાબી,
જુઓ ક્યાંથી આવ્યો નશો એ ચડાવી.
ઘવાયો નથી તીર કે ભાલાથી હું,
નયનની જ વાગી જરાસી કટારી.
ઝખમથી હવે હું ના ડરતો જરા પણ,
હસાવે મને તો ગઝલ આ મજાની.
રજૂ હું કરું છું અરજ મારી સાંભળ,
તું આપી દે ઈશ્વર મને એક ફરારી.
ફિઝા બંદગીમાં દુવા માંગી લેજે,
મળે ઠાઠ ત્યાં પણ તને સૌ નવાબી.
કાજલ કાંજિયા "ફિઝા"
(લગાગા/4)
No comments:
Post a Comment