ભીડમાં ભળતો એ માણસ ક્યાં ગયો ?
મન મુકી મળતો એ માણસ ક્યાં ગયો ?
ક્યાં ગયો આકાશ જેવું વિસ્તરી,
ખાલી નીકળતો એ માણસ ક્યાં ગયો?
કેટલા ઝખ્મો લઈ જીવતો હતો !
રક્ત નિંગળતો એ માણસ ક્યાં ગયો?
સર્પની માફક સ્મરણમાં સળવળે,
સ્થિર ખળખળતો એ માણસ ક્યાં ગયો?
ગાઢ અંધારાંને ઓગાળી શકે,
એવો ઝળહળતો એ માણસ ક્યાં ગયો?
*દીપલ ઉપાધ્યાય 'ફોરમ'*
No comments:
Post a Comment