હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ ઘેટાં બકરાં નીકળે,
રસ્તા પર જઈ ઊભા જયાંથી આખી દુનિયા નીકળે !
ભીડ ચીરીને નીકળવાના યત્ન કરે ટોળામાં,
માળા તૂટ્યા વિણ એમાંથી ક્યાંથી મણકા નીકળે !
વાંચે છે અખબાર બધાં ને એવું પણ બહુ જાણે,
ઇતિહાસના પાનાં પરથી કોઈ અફવા નીકળે !
કોઈ આ તરફ આવે એમ જ કોઈ તે તરફ જાતું,
એક જ રસ્તા પર બે રસ્તા ડાબા જમણા નીકળે !
જેમ ખભેથી ઘૂંટણ લગ તે વસ્ત્રો પહેરી રાખે,
વાત કરે ત્યારેય હંમેશાં બહાર તે અરધાં નીકળે !
હર એક વ્યક્તિની અંદર છે પોતાની એક દુનિયા,
એમ ગણો તો આ દુનિયામાં અગણિત દુનિયા નીકળે !
- ભરત વિંઝુડા
No comments:
Post a Comment