ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Saturday, August 27, 2016

"કાંઇક વાત બને!"- નિકુંજ ભટ્ટ'રમતીયાળ'


અમસ્તા જ જીવન થોડું મોતી જેવુ બને!
હુંફ છીપ જેવી હોય, તો કાંઇક વાત બને.

માત્ર ઉભા રહી ને આશા ના રખાય લક્ષ્ય ની
થોડું ચાલો, થોડું દોડો, તો કાંઇક વાત બને.

એકલા તો કેટલું ચાલી શકાય પત્થર જમીન પર
હાથ માં તારો હાથ હોય, તો કાંઇક વાત બને!

થોડી સરળતાથી શાંત થઇ જવાની દુનિયા!
હાથમાં ગુલાબ હોય ,તો કાંઇક વાત બને.

આવી નાની આંધી સામે શું લડવા બેસવું!
મુશ્કેલી ઔકાત ની હોય, તો કાંઇક વાત બને.

ઘણું કહેવું હોય છે, કોઈ ને કોઈ સંજોગે પણ!
કલમ કરતા જીભ બોલે, તો કાંઇક વાત બને.

આમ સસ્તા માં થોડું પતે કામ "રમતીયાળ" નું!
પ્રેમ નું પ્રલોભન હોય, તો કાંઇક વાત બને.

                           
  -નિકુંજ ભટ્ટ(રમતીયાળ)

No comments:

Post a Comment