એક સારો વિચાર કરી જુઓ ,
મનમાં સારો વ્યવહાર કરી જુઓ .
સદા ચહેરો ખીલતો રહેશે ,
ફૂલો જેવી સવાર કરી જુઓ,.
ખુશીઓ ખરીદતાં મળતી નથી ,
ભાવમાં કેટલોય ફેરફાર કરી જુઓ.
થાક્યા હો ચાલી ઘણું હવે તો ,
શાંતિ ઘરમાં આરામ કરી જુઓ .
મિત્ર માનતા હો જો વૃક્ષ ને ,
રણમાં લીલો તહેવાર કરી જુઓ .
મેવાડા ભાનું ' શ્વેત
No comments:
Post a Comment