છીએ મોતના ઋણી ને
રોજ મોત થાય છે,
ક્ષણે ક્ષણે પળે પળે ચિતા
બની જીવાય છે.
છતાં નથી અહી તહી એ
શબ્દ શોધાય છે,
લખી લખી ને કાગળે
માત્ર આકૃતિ રચાય છે.
ભલેને હોય માનવી
ટકી રહ્યો તું મૂળ પર,
લેવાશે આખરી ઘડી
નામ તારું ધૂળ પર.
ભરી ભરીને રાત દિન
ભેગું કર્યું તે એજતો ,
સજાવે પાલકી મહી
કમાયો બસ એજ તું.
-હાર્દ
No comments:
Post a Comment