આવન જાવન
જીવન મા ઘણા લોકો આવ્યા ને , ઘણા ગયા !
કેટલાક ને સાથે રેવુ હતુ પણ અમે રાખી ના શક્યા તો,
કેટલાક ને સાથે રાખવા હતા પણ તે રહી ના શક્યા !
કેવી છે આ કુદરત ની માયા ,
ઘણા વગર વરસાદે પલળી જાય છે તો
ઘણા બારે મેઘ માં પણ કોરા રહી જાય છે !
બને છે એવુ ,
જ્યાં પાળ બાંધવામા આવે ત્યાંથીજ પાણી વહી જાયછે
અને ક્યાંક કેટલીએ નદીઓ રણ મા સમાય જાય છે
આવન જાવન ની છે આ વ્યથા ,
ના કોઈ સમજ્યું કે ના કોઈ સમજી શકવાનુ
આપણે તો આવતુ-જતુ રેવાનુ !
- મહેન્દ્ર ઝણકાટ
No comments:
Post a Comment