ડૂબ્યા ગર્ત સમુદ્રતલે
મળ્યા મરજીવાને મોતી મોતી
મળ્યાતા શબરીને રામ
થાકી તી ગોતી ગોતી
કેટલી પાગલ બની મીરા
દર્શન થયા તે રોતી રોતી
ભણ્યા હતા ક્યા નરસિંહ કે કબીર
તત્વદર્શનની વાત કરે છે મોટી મોટી
ગોતે માં ધરા આવા ભક્ત શૂર દાતારને
વર્ષો વિત્યા છે વાટ જોતી જોતી
ધન્ય છે ને ધન્ય તેની માતને
"પ્રફુલ"વંદન કરે છે કોટી કોટી
મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આજનો મોરલાનો ટહુકો......
Saturday, August 1, 2015
પ્રફુલ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment