તકલીફો બેફામ રહે બસ એ જ તો કાયમ માંગું છું ,
લડવાની કિંતુ હામ રહે બસ એ જ તો કાયમ માંગું છું !
પથ્થરમાં પથ્થરને બદલે માણસમાં હો માણસ જ્યાં ,
એ મારું તીરથધામ રહે બસ એ જ તો કાયમ માંગું છુ!
જતા રહ્યા હો જે એ કા તો પાછા આવે રે અથવા ,
યાદોનું ઘર સુમસામ રહે બસ એ જ તો કાયમ માંગું છું!
જનોઈધારી પૂજા આરતી થાય અહીંયા અલ્લાની ,
ને બાંગના સૂરમાં રામ રહે બસ એ જ તો કાયમ માંગું છું!
યુધ્ધમાં હું પ્રવૃત્ત રહું શ્રીકૃશ્નારૂપે પણ મારો સ્વભાવ ,
પ્રેમ માં કેવળ શ્યામ રહે બસ એ જ તો કાયમ માંગું છું !!
~શોભિત દેસાઈ
No comments:
Post a Comment