ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Friday, November 6, 2015

જીવન સંઘર્ષ....

      જીવન સંઘર્ષ....

એની નજર કદાચ અમારા પર પણ ફરી જાત,
તો અમે જોયેલુ એકાદ સ્વપ્ન ફળી જાત...

અમે કદાચ શ્રધાથી શોધ્યો હોત જો તેને તો, આ જગતમાં એ ખુદા પણ મળી જાત...

લાગે છે એ ક્રુપાળુ પણ થોડો ક્રુર તો હશે,
નહી તો જિંદગીમાં અમને પણ થોડી ખુશી મળી જાત...

એને પણ બધાનો ખ્યાલ તો રાખવો જ પડતો હશેને?,
નહી તો નરસિંહની હુંડીને મીરાના ઝેર કોણ પી જાત???

લાગે છે કોશિશમાં કોઈ કચાશ રહી મારી,
નહી તો એની દુઆ જરૂર ફળી જાત...

રહેમત વરસી હોત જો ખુદાની મુજ પર તો,
હું પણ થોડી જિંદગી જીવી જાત....

અમે તો દિલને દિલાસો આપ્યો બસ એમ માનીને “ગુલશન”
કે જિંદગીમાં જો બધું મળી જાત તો જિંદગી જીવવાની મજા જ મરી જાત... 
                        -ડી.કે બારડ

No comments:

Post a Comment