પ્રેમ પથ તલવારની છે ધાર જેવો,
પણ મને દેખાય રાધા શ્યામ જેવો.
ખારવો દરિયાને બોલ્યો કાનમાં જઈ,
તું નથી આ ખારવણની આંખ જેવો.
જીંદગીઅે રોજ બદલ્યા છે વિષયને,
રૂપ લાગ્યો અેનો અઘરા પાઠ જેવો.
હોઠનું જ્યારે મિલન હોઠે થયું'તું,
અે નશો લાગ્યો'તો પહેલી ધાર જેવો.
હું હવાને પણ હવે પકડી લઉં છું,
અશ્વ છે અે કલ્પનાની પાંખ જેવો.
શબ્દ બેઠા ભીતરે મધમાખીની જેમ,
અર્થ લાગે છે કદી આ ડંખ જેવો.
No comments:
Post a Comment