લખું પ્રીત તારી મિનારે મિનારે
નવા ગીત ગાવા ઇશારે ઇશારે
બને જો નદી તું વહેતી ઉછળતી
બનું હું તરાપો કિનારે કિનારે
મને છાંયડો આપજે સાંજ ટાણે
હવે જીવવું છે સહારે સહારે
બની મોર નાચી ઉઠે મન તમારું
ઠરી આંખ મારી નજારે નજારે
દગો થાઇ છે મારવામાં હવે તો
નથી નામ લખ્યું કટારે કટારે
ભલે લાગતાં રંગથી એક જેવા
જુદા હંસ ને બગ વિચારે વિચારે
શરાબી બધાં ડોલશે માનશો ના
નશો હોઇ જુદો પિનારે પિનારે
-અલગોતર રતન 'નિરાશ'
(લગાગા લગાગા લગાગા લગાગા)
No comments:
Post a Comment