રોજ શોધું ક્યાંય કાં જડતો નથી,?
ઈશ તેથી તું મને ગમતો નથી.
ફુલ જેવો સાંભરે ચહેરો મને,
એટલે હું બાગમાં ફરતો નથી.
સાવ સ્હેલો હોય કે અઘરો પછી,
પણ અધૂરા દાવ હું રમતો નથી.
આભ તારે ઝૂકવું પડશે હજી,
હાથ મારો બસ જરા અડતો નથી.
પૂછવું છે ચાંદ તારા આભને,
સૂર્ય વર્ષોથી ચલે, થકતો નથી.?
ને સહન શક્તિ જુઓ આ વૃક્ષની,
મૂળથી કાપ્યા છંતા રડતો નથી.
- મેહુલ ગઢવી 'મેઘ'
No comments:
Post a Comment