એટલે સૌ જુવે છે ખુન્નસથી,
બ્હાર નિકળી ગયો છું સરઘસથી.
કોઈ પેટાવતું ન આળસ થી,
થાય ક્યાંથી સહન એ ફાનસથી ?
એક સરખો અમારો ચહેરો છે,
કેમ ના હો લગાવ ધુમ્મસથી !
જિંદગી તાર પર છે લટકેલી,
રોજ ઊતારવાની લંગસથી.
એમ સંબંધ થી ન મોં ફેરવ,
કોઈ કંટાળે જેમ ઉધરસથી !
-ભાવેશ ભટ્ટ
No comments:
Post a Comment