ભલે જિંદગી આપણી સમાંતર નથી,
હા સાચું આપણી વચ્ચે કોઈ અંતર નથી.
કેમ તારી યાદ? આવી ને કરે છે ધરણા,
આ મારુ દિલ છે કંઈ જંતર મંતર નથી.
મારી સરકારે* કર્યા છે મારા કામ,
હવે કોઈ મારી અરજ પડતર નથી.
તું માવઠું બની ને જ વરસે મારા પર,
કેમ તારો પ્યાર મુજ પર નિરંતર નથી.
તારા જખમો બધા રૂઝાઈ ગયા છે,
જરીએ આ દિલને નડતર નથી.
"યુ લવ મી? સાંભળી જરા ચોંકી ઉઠયો,
આ મારુ મૌન છે પણ હું નિરુત્તર નથી.
"આભાસ" બેઠો છે જરા પોરો ખાવા,
આ એનો વિરામ છે જે સદંતર નથી.
-આભાસ
No comments:
Post a Comment