કાલે મેં એને મહેણું માર્યું .
કે તને તો આદત જ છે ને ,
આમ જ તરસતાં છોડી જવાની
ને પછી તો એને ,
હાડોહાડ મહેણું લાગી આવ્યું.
એ ગરજ્યો ,કોપ્યો,ધરતી ની છાતી માથે ,
વીજળી નો મારો થયો,
ને ગાજ્યા મેઘ વરસ્યા,,
એ ચાતકનો પ્રેમી મેહુલો
વરસ્યો અનરાધાર,ધોધમાર,લગાતાર
છલોછલ કરી દીધા બે'ય કાંઠે વહેતી થઈ
સાવ સુકાઇ ગયેલી ઝંખનાની નદી....!!
. R.R.SOLANKI
(તૃષ્ણા)
No comments:
Post a Comment