નારી એટલે સમાજનો દર્પણ ;
નારી એટલે આત્માનું સમર્પણ.
નારી એટલે જગત જનની ,
નારી એટલે શરદ ઋતુની ચાંદની.
નારી એટલે મમતાનું રૂપ ,
નારી એટલે પ્રેમનું સ્વરૂપ .
નારી એટલે દેશની શક્તિ ,
નારી એટલે પ્રેમની ભક્તિ.
નારી એટલે ગંગા જલ,
નારી એટલે મોહક રૂપ .
નારી એટલે ગીત રૂપી કવિતા ,
નારી એટલે શાંત સરિતા .
નારી એટલે દિલની ગઝલ ,
નારી એટલે ન સમજો તો પઝલ .
નારી એટલે લીલું વૃક્ષ ,
નારી એટલે બારેમાસ વસંત .
નારી એટલે ફૂલની ફોરમ ,
નારી એટલે મૌનનો ધરમ .
બસ હવે કશું જ નથી કહેવું
નારી એટલે બસ તુજ માં .
કવિ જલરૂપ
મોરબી .
No comments:
Post a Comment