કોણ ભીતર કોણ બારે ઓળખી લે,
તુંજ અંદર તુંજ બારે ઓળખી લે.
ઉછળીને રોઇને કોને બતાવો ?
કોણ સાથે આંસુ સારે ઓળખી લે.
ડૂબતો ને તારનારો કોણ છે જો.
હું જ ઊભો છું કિનારે ઓળખી લે.
લ્યો બતાવે માર્ગ સાચો જિંદગીનો,
આંગળીઓનાં ઇશારે ઓળખી લે.
આ ભવો છોડ્યા પછી "આભાસ" કે'તો.
કોણ છે તારી મઝારે ઓળખી લે.
-આભાસ
No comments:
Post a Comment