હું બનુ વાંસળી ને જડુ શ્યામને,
ગોંદરે વાગુ ગોકુળિયા ગામને.
ચાકડે માટીનો આ ઘડૂલો મૂકી,
જોયું ના તે જરા, શ્યામ એમાં ઝૂકી,
ને રહી હુ ય ગાફેલ, ના મેં કહ્યું,,
કાં બનાવે ના તું વાંસ એ હા મને,.
હું બનુ વાંસળી ને જડુ શ્યામને...
ઝીલતી ઝીલતી શ્વાસ જે કૃષ્ણના,
જીન્દગી પૂર્ણ એ, જેમાં સંધાણ ના,,
છિદ્ર એના પૂરે, છિદ્ર જીવન કેરા,
સાંપડે સૂર, હોઠે એ ઘનશ્યામને.
હું બનુ વાંસળી ને જડુ શ્યામને.
-લતા ભટ્ટ
('ભીતર મળશે ભાળ'માંથી)
No comments:
Post a Comment