ખોવાયું છે બચપન
--------------------------------
ખોવાયું છે બચપન..
કોઇ મને શોધી આપો...
સિમેન્ટ-ક્રોક્રિટની
સ્કૂલ બિલ્ડીંગ માં,
રમતનાં મેદાનને બદલે,
સ્વચ્છ સાફ-સુથરી ફશઁ માં,
ખોવાયું છે બચપન...
કોઇ મને શોધી આપો...
મારા વજનથી વધુ ઊંચકું છું
દફતર નો ભાર,
જાણે જીવનનાં ભાર ઊચકવાની
હોય ટ્રેઇનીંગ...
ખોવાયું છે બચપન.....કોઇ મને....
મમ્મી-પપ્પાનો પોપટ હું,
આવે ઘરે કોઇ મહેમાન,
બોલું ગોખેલાં પોઇમ કડકડાટ...
ખોવાયું છે બચપન......કોઇ મને....
રેતી નથી કયાંય,
ઘર કેવી રીતે બનાવું ?
ભણતરની ભીંસ માં
રમવાં કોઇ આવતું નથી..
ખોવાયું છે બચપન....કોઇ મને...
ભગવાન હવે થઇ ગયાં ' ગોડ '
ને ગોડ કયાં મારી ભાષા
સમજે છે ?
કરવી છે બધી ફરિયાદ ભગવાનને
કોઇ મને ' ગોડ ' શોધી આપો...
ખોવાયું છે બચપન...
કોઇ મને શોધી આપો....
----- મુકેશ મણિયાર.
(ફોટો : FB friend Jadav
Rohit )
મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આજનો મોરલાનો ટહુકો......
Monday, May 2, 2016
ખોવાયું છે બચપન
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment