રંગીન સંભારણ મળે .
ખૂશી તણું કારણ મળે.
ઝેરી બને આ જિંદગી,
કાં ' ઝેર નું મારણ મળે.
જો હો ભરોસો જાત પર ,
શંકા તણું વારણ મળે.
વ્યર્થ નથી ચર્ચા બધી ,
ઘટના મહીં તારણ મળે.
પીડા મળે જો પ્રેમની,
ઝખ્મો થકી ધારણ મળે.
'દાજી 'દયા ના ચાહજે ,
ઉપકાર નું ભારણ મળે.
આંસુ ભલે ખારું મળે,
જો તરબતર ઝારણ મળે.
'દાજી '
No comments:
Post a Comment