ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Wednesday, May 11, 2016

હજી તારા નામનો છે જખમનો આઘાત

હજી તારા નામનો છે જખમનો આઘાત,
માટે તારુ નામ આવતા દિલ કરે ઉત્પાત?

ફના કરીને બેઠો છું હું મારા બધા શ્વાસ,
દિવસ તો વિતી ગયો,બાકી રહી ગઈ રાત.

એક તારી દુઆ કામ આવી ગઈ,
જો ને પ્રેમમાં ગઈ વધું એક ઘાત.

કેટલા દર્દો સાચવ્યા છે આભાસ ભીતરે?
હવે હ્રદય આપે છે મને પ્રત્યાઘાત.

બહું ઝઝુમે બધું પામવા માટે જીવનમાં,
છેવટે તો "આભાસ" શ્વાસ તને આપશે માત.

-આભાસ

No comments:

Post a Comment